આઇપીએલની આગામી સીઝનમાં બે નવી ટીમનો ઉમેરો

0
542

ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલની આગામી સીઝનમાં બે નવી ટીમનો ઉમેરો કરીને ૮ને બદલે ૧૦ ટીમ કરવા જઈ રહી છે. આ બે નવી ટીમ માટે ટેન્ડર પણ રિલીઝ કરવા જઈ રહી છે. સૂત્રોના અહેવાલ પ્રમાણે નવી ટીમ માટે બોર્ડે ૨૦૦૦ કરોડની બેઝ પ્રાઇઝ રાખી છે. આથી બે ટીમ માટે ક્રિકેટ બોર્ડને આશરે ૫૦૦૦ કરોડ મળવાની આશા છે. આ બે નવી ટીમ બાદ આઇપીએલમાં ૬૦ને બદલે ૭૪ મૅચો રમાશે.

આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે તાજેતરમાં તેમની મીટિંગમાં આ બે નવી ટીમ માટેના ઑક્શન માટેની પ્રક્રિયા ફાઇનલ કરી હતી. ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે બોર્ડ પહેલાં આ બે નવી ટીમ માટે ૧૭૦૦ કરોડની બેઝ પ્રાઇઝ રાખવાનું વિચારતું હતું, પણ હવે એ વધારીને ૨૦૦૦ કરોડ રાખવાનું ફાઇનલ થયું છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આઇપીએલની આ બે નવી ટીમ માટે મોટી કૉર્પોરેટ કંપની જે રીતે રસ બતાવી રહી છે એને લીધે ક્રિકેટ બોર્ડને આ બે ટીમથી આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા મળવાની આશા છે. બોર્ડે અમુક શરતો પણ રાખી છે જેમાં આ બે નવી ટીમ ખરીદવા માગતી કંપનીનું વર્ષનું ૩૦૦૦ કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. જોકે બોર્ડે કંપનીઓના સમૂહને પણ ટીમ ખરીદવાની પરવાનગી આપવા વિશે વિચારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here