આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે મહેન્દ્ર સિંહ ધોની : કરી શકે છે મોટી જાહેરાત…

0
1218

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આજે સાંજે 7 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છે. આ સાથે જ ધોનીના સંન્યાસને લઈ અટકળોના બજાર ગરમાયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ધોની કોઈ મોટી જાહેરાત કરી શકે છે.ધોનીની આ પ્રેસ કોન્ફરન્સને લઈ કેટલાક લોકો એવા પણ અનુમાન લગાવી રહ્યા છે કે ધોની કોન્ફરન્સમાં સંન્યાસની જાહેરાત કરી શકે છે. ન્યુઝીલેન્ડ સામે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈ ચર્ચાઓ સતત વેગે ચઢી છે. સેમીફાઇનલની હાર બાદ સોશિયલ મીડિયા પર પણ ધોનીના સંન્યાસને લઈ અટકળોનો જબરદસ્ત મહોલ જોવા મળ્યો હતો. જોકે ધોનીના સંન્યાસને લઈ ક્રિકેટના ભગવાન કહેવાતા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ કહ્યું હતું કે 50 ઓવરના ફોર્મેટમાં ધોનીનું કરિયર સમાપ્ત થયું છે કે નહીં આ ધોનીનો ખાનગી નિર્ણય હશે. આપણે બધાએ ધોનીના નિર્યણનું સન્માન કરવું જોઈએ. જોકે હવે જોવા જેવું રહેશે કે ધોની તેની પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here