આનંદ પંડિતને સ્પિરિચ્યુઅલ ગુરુ માને છે શાહરુખ ખાન

0
201

ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે ૬૦મો બર્થ-ડે ખૂબ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. તેમને શુભેચ્છા આપવા અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. એ વખતે હાજર શાહરુખ ખાને તેને લઈને કેટલીક બાબતો જણાવી હતી. શાહરુખને આનંદ પંડિત વાસ્તુની ટિપ્સ આપે છે. તેને પોતાના સ્પિરિચ્યુઅલ ગુરુ ગણાવતાં શાહરુખે કહ્યું કે ‘તેમની સાથે મારી ફાઇનલ રિલેશનશિપ એ છે કે તેઓ મારા સ્પિરિચ્યુઅલ ગુરુ છે. લોટસ ડેવલપર્સ હેઠળનાં તેમનાં બિલ્ડિંગ્સ જોશો તો એ આધુનિક ટેક્નૉલૉજી અને મૉડર્ન સુવિધાઓથી સજ્જ છે. એની અંદર તમે જાઓ તો તમને લાગશે કે તમે ન્યુ યૉર્ક અથવા લંડન આવી ગયા છો. એમાં જતાં જ તમને ઉમળકાનો એહસાસ થશે. તેઓ ડેવલપર હોવાથી વાસ્તુને સારી રીતે જાણે છે. હું સતત તેમને મારા ઘરે બોલાવું છું અને કહું છું કે ‘સર, મારી કેટલીક ફિલ્મો સફળ નથી થઈ, કાંઈક કરો.’ તો આનંદસર મને આયનો અથવા શુકનની વસ્તુ રાખવા કહે છે. સદ્નસીબે મારી ફિલ્મો ચાલે છે.’