આર્યન ખાન-નોરા ફતેહી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો…

0
284

એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર સેલેબ્સના ડેટિંગની અફવાઓ ઉડતી રહે છે અને આ લિસ્ટમાં લેટેસ્ટ નામ શાહરુખ ખાનના  દીકરા આર્યન ખાનનું  છે. તે કથિત રીતે જેને ડેટ કરી રહ્યો છે તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. તે બીજી કોઈ નહીં પરંતુ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી  છે. આર્યન અને નોરા વચ્ચે ઉંમરનો પાંચ વર્ષન તફાવત છે. બંનેની મુલાકાત કેવી રીતે થઈ અને તેમની વચ્ચે ક્યારથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે તેવા ઘણા સવાલ તમારા મનમાં ઉઠી રહ્યા છે. પરંતુ, આ અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. આર્યન અને નોરાએ એક જ ફેન સાથે ક્લિક કરાવી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રિલેશનશિપની અટકળો શરૂ થઈ છે.