આર્યન ખાનને સારો ફુટબૉલ ખેલાડી જણાવે છે અહાન શેટ્ટી

0
712

અહાન શેટ્ટીનું કહેવું છે કે આર્યન ખાન સારો ફુટબૉલ પ્લેયર છે. આર્યનને તે બાળપણથી ઓળખે છે. અહાનના ડૅડી સુનીલ શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હોવા છતાં પણ તેમનો ઉછેર ફિલ્મી વાતાવરણમાં નથી થયો. અહાને ‘તડપ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મના પ્રીમિયર શોમાં આખું બૉલીવુડ ઊમટ્યું હતું. બૉલીવુડમાં તેના ફ્રેન્ડ્સ વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં અહાને કહ્યું હતું કે ‘મારા ડૅડી ભલે આ ઇન્ડસ્ટ્રીના રહ્યા પરંતુ અમારો ઉછેર એ વાતાવરણમાં નથી થયો. અમે સાઉથ બૉમ્બેમાં રહેતા હતા. હું અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાં ભણતો હતો. ડૅડીના ઘણાબધા ફ્રેન્ડ્સ છે અને તેઓ ડૅડીને ખૂબ માન પણ આપે છે. જોકે અમારું બૉલીવુડ ફૅમિલી જેવું કંઈ જ નહોતું. મેં હાલમાં જ રણબીર કપૂર, શૂજિત સરકાર, બન્ટી અહલુવાલિયા, અભિષેક બચ્ચન અને અર્જુન કપૂર જેવા થોડા ફ્રેન્ડ્સ બનાવ્યા છે. જોકે હું આર્યન ખાનને બાળપણથી જાણું છું. હું અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાં ભણતો હતો અને તે અંબાણી સ્કૂલમાં ભણતો હતો. અમે ફીલ્ડ પર ઘણી વખત મળતા હતા. આર્યન સારો ફુટબૉલ પ્લેયર છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here