આલિયા ભટ્ટના બેબી શાવરની શરૂ થઈ ગઈ તૈયારીઓ

0
365

આલિયા ભટ્ટના બેબી શાવરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આલિયાની મમ્મી સોની રાઝદાન અને તેની સાસુ નીતુ કપૂર આ બન્ને મળીને ‘ઑલ ગર્લ્સ’ નામે બેબી શાવરનું આયોજન કરશે. આ મહિનાના અંતે આ ફંક્શન રાખવામાં આવશે. આ ફંક્શનમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, શાહીન ભટ્ટ, આકાંક્ષા રંજન, અનુષ્કા રંજન, નવ્યા નંદા, શ્વેતા બચ્ચન, આરતી શેટ્ટી અને આલિયાની બાળપણની ફ્રેન્ડ્સને બોલાવવામાં આવશે. આ વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન થયાં હતાં. સોશ્યલ મીડિયામાં આલિયાએ પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા હતા. હવે કપૂર અને ભટ્ટ ફૅમિલી નવા મહેમાનનું સ્વાગત કરવા માટે થનગની રહી છે.