આવી ગયું ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’નું ટ્રેલર, જ્યાં થવાની છે કન્યાની જગ્યાએ વરની વિદાય!

0
248

એક્ટર તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’નું ટ્રેલર આવી ગયું છે. લેખક અને ડિરેક્ટર વિપુલ શર્માની ગુજરાતી ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’ના સિનેમેટોગ્રાફર શ્રી કુમાર નાયર છે જ્યારે એડિટર રૂપાંગ આચાર્ય છે. ‘વર પધરાવો સાવધાન’માં મ્યુઝિક રાહુલ પ્રજાપતિનું છે અને ગીતો મિલિંદ ગઢવીએ લખ્યા છે. જ્યારે આર્ટ ડિરેક્ટર શૈલેષ પ્રજાપતિ છે. ‘વર પધરાવો સાવધાન’ ફિલ્મ તારીખ 7 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે.