ઇંગ્લૅન્ડના જો રૂટની 38મી સદી, સચિનનો રેકોર્ડ તોડવાથી હવે ફક્ત આટલા રન દૂર

0
494

ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ચોથી ટૅસ્ટ મેચમાં જો રૂટે શાનદાર સદી ફટકારી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જો રૂટ શુક્રવારે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત સામેની પાંચ મેચની સિરીઝની ચોથી મેચમાં ટૅસ્ટ ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. ઇંગ્લૅન્ડ સિરીઝમાં 2-1થી આગળ છે, ઓવલ ખાતેની છેલ્લી ટૅસ્ટ આવતા અઠવાડિયે શરૂ થશે. જો રૂટે આજે 38મી સદી ફટકારી છે.પોતાની 157મી ટૅસ્ટમાં રમી રહેલા 34 વર્ષીય ખેલાડી રૂટે પોન્ટિંગના 13,378 રનના સ્કોરને પાછળ છોડી દીધો હતો. આ રેકોર્ડ બનાવવા તેણે ઓફસાઇડ પર એક સિંગલ રન લીધો હતો.