ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરુચા હેમખેમ પરત ફરી

0
308

યુદ્ધના સંકટમાં ઘેરાયેલા ઈઝરાયેલમાં એક્ટ્રેસ નુસરત ભરુચા ફસાઈ હતી. કલાકો સુધી નુસરતનો સંપર્ક નહીં થતાં તેની સલામતી અંગે આશંકાઓ વહેતી થઈ હતી. રવિવારે બપોરે નુસરત હેમખેમ પરત આવી હતી. મુંબઈ એરપોર્ટ પર નુસરતની આંખમાં યુદ્ધનો ભય અને બચી ગયાનો આનંદ જોવા મળતો હતો.
ઈઝરાયેલમાં નુસરત ભરુચા પહોંચી ત્યારે સંજોગો સામાન્ય હતા. અચાનક હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટી પર મિસાઈલો ઝીંકી હતી અને ઈઝરાયેલે વળતો હુમલો કર્યો હતો. હમાસના હુમલા બાદ નુસરતનો સંપર્ક તૂટી ગયો હતો. મુંબઈમાં તેની ટીમે નુસરતના સંપર્ક માટે વારંવાર પ્રયાસ કર્યો હતો. સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ઈઝરાયેલમાં નુસરતનો સંપર્ક થયા બાદ તેને પરત લાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર જોવા મળી ત્યારે નુસરતની આંખો રડી-રડીને સૂજી ગઈ હોય તેવું જણાતું હતું. યુદ્ધની ભીષણ ઘટનાને નજરે જોયાનો ભય અને ગભરાટ તેના ચહેરા પર હતો. આ સાથે હેમખેમ પરત આવ્યાનો આનંદ ણ જોવા મળતો હતો. નુસરત એરપોર્ટ પર આવી ત્યારે ઘણાં લોકો તેની રાહ જોતા હતા. મીડિયા પર્સન્સને જવાબ આપવાના બદલે નુસરતે જણાવ્યું હતું કે, મને થોડો સમય આપો. જો કે નુસરત કોઈની સાથે વાત કર્યા વગર સીધી કારમાં જતી રહી હતી.