ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે….

0
289

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેએ નદી કિનારે રહેતા અને અન્ય નાગરિકોને કોઈપણ સંજોગોમાં નદી કિનારે ન જવાની અપીલ કરી છે. ખાસ કરીને ફોટો કે સેલ્ફી લેવા જતા યુવાનોને કલેકટરે તાકીદ કરી છે.નાગરિકોની સલામતીને ઘ્યાને રાખીને કલેક્ટરે જણાવ્યું છે કે, હાલમાં સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, તેથી નદી કિનારે જવાથી કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનિ થઈ શકે છે. વળી આગામી તહેવારોના દિવસોમાં ખાસ કરીને ગણેશ વિસર્જન દરમિયાન નદી કિનારે જવાનું ટાળીને વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ જ વિસર્જન કરવા અપીલ છે.