ઍક્શન-ઍડ્વેન્ચરથી ભરપૂર ફિલ્મ લાવશે એસ. એસ. રાજામૌલી અને મહેશબાબુ

0
311

એસ. એસ. રાજામૌલીની મહેશબાબુ સાથેની આગામી ફિલ્મ ઍક્શન-ઍડ્વેન્ચરથી ભરપૂર રહેવાની છે. રાજામૌલી ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ‘બાહુબલી’ અને ‘RRR’ ઉત્તમ ફિલ્મોમાંની છે. એ ફિલ્મોએ લોકો પર અનોખી છાપ છોડી છે. હવે તેઓ મહેશબાબુ સાથે મળીને ફરી એક વખત સિનેમાનો જાદુ રેલાવવાના છે. તેમણે જ્યારથી ફિલ્મની જાહેરાત કરી છે ત્યારથી જ તેમના ફૅન્સ ઉત્સુક બની ગયા છે. હવે રાજામૌલીએ જણાવ્યું છે કે આ નવી ફિલ્મમાં તેઓ શું દેખાડવાના છે. તેમના મુજબ આ એક ‘ગ્લોબટ્રૉટિંગ ઍક્શન ઍડ્વેન્ચર’ રહેવાની છે. એટલે કે આ ફિલ્મને વિશ્વના અલગ-અલગ દેશોમાં શૂટ કરવામાં આવશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર રાજામૌલી કામ કરી રહ્યા છે તો બીજી તરફ મહેશબાબુ પણ તેનાં કમિટમેન્ટ્સ પૂરાં કરીને આ ફિલ્મ માટે બે મહિનાની વર્કશૉપ શરૂ કરશે. આવતા વર્ષે મેમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે.