વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. તેમાં તેમણે મુખ્યમંત્રીઓને 15 મે સુધી જણાવવા કહ્યું હતું કે તેઓ તેમના રાજ્યમાં કેવા પ્રકારનું લોકડાઉન ઈચ્છે છે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે 6 કલાકની ચર્ચા કરી હતી. 7 રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, હિમાચલ અને આસામમાં લોકડાઉન વધારવાની ભલામણ કરી હતી. જ્યારે ગુજરાતે માત્ર કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સુધી જ લોકડાઉન સીમિત રાખવાની વાત કરી હતી.કહ્યું હતું કે, ભારતમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે,2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું એ દરેક પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. સમગ્ર દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ છે. ભારતના જીડીપીના લગભગ 10 ટકા
2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે.