એનિમલ એક્ટરે સુસાઈડ કરી રહેલી યુવતીનો જીવ બચાવ્યો, વાયરલ થયો વીડિયો

0
391

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મ એનિમલ માટે બેસ્ટ સ્ટાર્સની પસંદગી કરી હતી. રણબીર કપૂરે પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. બાકીના કલાકારોએ પણ ડાયરેક્ટરને બિલકુલ નિરાશ કર્યા નથી. રણબીરના ભાઈના રોલમાં જોવા મળેલ મનજોત સિંહ હાલ ચર્ચામાં છે.મનજોત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે એક્ટરના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સુસાઈડ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. તેની આસપાસ ઘણા લોકો હાજર છે. પરંતુ મનજોત હિંમત બતાવે છે અને સાવધાની સાથે છોકરી તરફ આગળ વધે છે અને તે કૂદી પડે તે પહેલા તેને બચાવી લે છે.