ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી હેટળ ઘણી કંપનીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધુ છે તો હજારો-લાખોએ નોકરીથી હાથ ધોવા પડ્યા છે. એવામાં નાણામંત્રી સીતારમને ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના માઇન્ડસેટમાં થયેલા ફેરફાર અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું કે, ઓટો સેક્ટરની હાલત માટે ઘણા ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફીથી સંકળાયેલી બાબતો અને લોકોના માઇન્ડસેન્ટ સામેલ છે.
EMI ભરવા કરતા લોકો OLA-UBER વધારે પસંદ કરી રહ્યા છે: નાણામંત્રી
નાણામંત્રીએ જણાવ્યું કે આજકાલ લોકો ગાડીઓ ખરીદીને EMI ભર્યા કરતા મેટ્રો અને OLA-UBERમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેમણે ઓટો સેક્ટરમાં મંદી હોવાનો સ્વીકાર કરતા તેના ઉકેલની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને જરુરિયાત મુજબ આગળ પણ નિર્ણયો લેવાશે.
જો કે મારુતિના ચેરમેન આરસી ભાર્ગવે આ વાતને નકારી હતી કે OLA અને UBERને કારણે કારોના વેચાણમાં ઘટાડો થયો હતો. વેચાણમાં ઘટાડા માટે તેમણે સ્પષ્ટ રીતે સરકારી નીતિઓને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે કારોમાં એરબેગ્સ અને સેફ્ટી ફિચર્સ વધારવાના કારણે તેમની કિંમતોમાં ધરખમ વધારો થયો છે અને દ્રિચક્રી વાહન ચલાવનારા માટે કાર ચલાવવી મુશ્કેલ બની ગયું. તેમના મુજબ સેફ્ટી અને અમિશન નિમય, વીમામાં વધારો અને વધારે પડતો રોડ ટેક્સ કારોના વેચાણમાં થયેલા ઘટાડા માટે જવાબદાર છે.