‘બાહુબલી’ ના કટપ્પા કોવિડમાં પોઝિટિવ, હોસ્પિટલમાં એડમિટ

0
439

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વેટરન એક્ટર અને બાહુબલિ ફેમ કટપ્પા એટલે કે સત્યરાજ કોરોનામાં સપડાયાં છે, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ ચાલતી હોવાનું કહેવાય છે, જો કે એક્ટર તરફથી આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. 67 વર્ષીય સત્યપરાજ ઝડપથી સાજા થઈ જાય તે માટે ટ્વિટર પર શુભેછાઓનો વરસાદ થયો છે. તાજેતરમાં સત્યરાજ ઉપરાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક એક્ટર કોરોનામાં સપડાયા છે. એક્ટ્રેસ ત્રિશા ક્રિશ્નન, ડિરેક્ટર પ્રિયદર્શન, મહેશબાબુ, થમાન એસ., શેરિન, વિશ્ણુ વિશાલ કોવિડ પોઝિટિવ થયા છે. જાન્યુઆરી અને પાછલા મહિના દરમિયાન કમલ હાસન, વાદિવેલુ, વિક્રમને પણ વાયરસે અસર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here