કુડાસણમાં કારનો કાચ તોડી 25 લાખની લૂંટ….

0
115

ન્યૂ ગાંધીનગરમાં ધોળા દિવસે લુંટના બનાવો સામે આવી રહ્યા છે. કુડાસણમાં આવેલી ઉગતી હાઇટ્સ પાસે ભાજપ યુવા મોરચાના પૂર્વ કારોબારી સભ્યનો ડ્રાઇવર આંગડીયા પેઢીમાંથી 25 લાખ રૂપિયા લઇ આવ્યો હતો અને કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમયે એક બાઇક ચાલક લુંટારૂ આવ્યો હતો અને વાતોમાં ફસાવ્યો હતો, જ્યારે બીજી તરફ અન્ય લુંટારૂ કારનો કાત તોડી રૂપિયા લઇ ભાગી ગયો હતો. આ બનાવ બાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં લુંટની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ જયસિંહ પૃથ્વીસિંહ ચાવડા (રહે, પેથાપુર ચાર રસ્તા) ભાજપ યુવા મોરચાના પૂર્વ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ ભરતસિંહ કાઠીયાની કાર ચલાવે છે. ત્યારે ગત રોજ બપોરના આશરે 3 વાગ્યાના અરસામાં રાજેન્દ્રસિંહ કુડાસણની ઉગતી હાઇટ્સમાં આવ્યા હતા. તે સમયે રાજેન્દ્રસિંહે ચાલકને કહ્યુ હતુ કે, સેક્ટર 3 ખાતે આવેલી પીએમ આંગડીયા પેઢીમાંથી કાર લઇને રૂપિયા લઇ આવો. જેથી કાર લઇને ચાલક રૂપિયા લેવા ગયો હતો અને કારમાં 25 લાખ રૂપિયા લઇને પરત આવ્યો હતો. તે સમયે કાર ઉગતી હાઇટ્સના પાર્કિંગમાં મુકી હતી. તે દરમિયાન એક અજાણ્યો યુવક મોઢા ઉપર રૂમાલ બાંધી, હેલ્મેટ પહેરી આવ્યો હતો અને કોબા તરફનુ સરનામુ પૂછવા લાગ્યો હતો. જેથી કાર ચાલક તેની કારમાંથી ઉતરી બાઇક ચાલકને સરનામુ બતાવવા સમયે કારનુ સાઇરન વાગ્યુ હતુ. જેથી કાર ચાલક તે તરફ દોડ્યો હતો અને કાર પાસે પહોંચતા કારનો કાચ તોડી રૂપિયા લઇ દોડવા લાગ્યો હતો. જેથી ચાલકે પણ આરોપીઓનો પીછો કર્યો હતો, પરંતુ લુંટારૂઓ રૂપિયા લઇને રક્ષાશક્તિ સર્કલ તરફ ભાગી ગયા હતા. આ બનાવ બાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.ન્યૂ ગાંધીનગરમાં ધોળા દિવસે લુંટના બનાવો સામે આવી રહ્યા છે. કુડાસણમાં આવેલી ઉગતી હાઇટ્સ પાસે ભાજપ યુવા મોરચાના પૂર્વ કારોબારી સભ્યનો ડ્રાઇવર આંગડીયા પેઢીમાંથી 25 લાખ રૂપિયા લઇ આવ્યો હતો અને કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમયે એક બાઇક ચાલક લુંટારૂ આવ્યો હતો અને વાતોમાં ફસાવ્યો હતો.