કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ પાછું લીધું…

0
58

કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને હાલમાં હોલ્ડ પર રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે રહ્યું કે, વ્યાપક વિચાર-વિમર્શ કર્યા બાદ આ બિલનનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ ઈંફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે ગત વર્ષે નવેમ્બરમાં નવા બ્રોડકાસ્ટિંગ રેગુલેશન બિલને ડ્રાફ્ટ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટ પર પબ્લિક કોમેન્ટની ડેડલાઈન 15 જાન્યુઆરી 2024 હતી.બ્રોડકાસ્ટિંગ બિલનો બીજો ડ્રાફ્ટ આ વર્ષે જૂલાઈમાં તૈયાર કર્યો હતો. બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને લઈને વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સંશોધિત ડ્રાફ્ટ સંસદના પટલ પર રાખતા પહેલા અમુક પસંદગીના હિતધારકોની વચ્ચે ગુપ્ત રીતે લીક કરી દીધું હતું. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઈંડિવિઝુઅલ કોન્ટેંટ ક્રિએટર્સ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા.