કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા નહીં મળે

0
1053

દેશમાં કોરોના મહામારીની અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર પડી છે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને મળવા પાત્ર મોંઘવારી ભથ્થાને જુલાઈ 2021 સુધી અટકાવી દીધું છે. જોકે, જુના સરકાર જુના રેટ મુજબ મોઘવારી ભથ્થું આપતી રહેશે. એટલે કે તાજેતરમાં જે વધારો કરવામાં આવ્યો છે તે હવે લાગુ પડશે નહીં.

નાણાં મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી મળનાર મોંઘવારી ભથ્થાની વધારાના ભાગની ચૂકવણી કરવામાં આવશે નહીં. આ મુજબ કેન્દ્ર સરકારે પેન્શનરોને પણ 1 જાન્યુઆરી 2020થી આપવામાં આવતા મોંઘવારી રાહત ભથ્થાની ચૂકવણી ન કરવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here