કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH ના હસ્તે ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન

0
303

અમદાવાદના SGVP છારોડી ખાતે આજે સાંજના સમયે આયોજિત ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગ ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ , ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હાજર રહ્યા હતા. જ્યા તેમણે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઇએ કે, આ પ્રતિયોગિતાની શરૂઆત ઘાટલોડિયા અને ગાંધીનગર ઉત્તરની ટીમો વચ્ચેના મેચથી થશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.