કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોદેવી અને ખોડીયાર જંક્શન પરના ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું

0
534

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 18થી 44 વર્ષના લોકોને વૉક ઈન વેક્સિનેશન અભિયાનનો આરંભ કરાવ્યો હતો. બોડકદેવમાં વેક્સિનેશનનો આરંભ કરાવ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એસજી હાઈવે પરના વૈષ્ણોદેવી અને ખોડીયાર જંક્શન પરના ફ્લાયઓવરના લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો છે.

બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહીને રસીકરણના મહા અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં વધુ લોકો રસી લે તેવી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના રસીકરણ અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લઇ લે. કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બપોર પછી ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજશે. મહાત્મા મંદિર ખાતે ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, ગાંધીનગરના સૂચિત ઓવરબ્રિજ સહિતના કામોની પ્રગતિ અંગે માહિતી મેળવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here