કેરળમાં મોટી દુર્ઘટનામાં 47 લોકોના મોત…

0
166

કેરળના વાયાનાડમાં મોટી દુર્ઘટના બની છે. વાયાનાડ જિલ્લાના મેપ્પડી પાસે ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું. અધિકારીઓએ સેંકડો લોકોના માટીના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અત્યાર સુધી 47 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ભયાનક ભૂસ્ખલનમાં હજી પણ 400 લોકો લાપતા છે. તો મુંડક્કઈ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નુલપુઝા ગામ આ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. કેરળ રાજ્યના આપદા નિવારણ વિભાગે જણાવ્યું કે, ફાયર બ્રિગેડ વિભાગ અને એનડીઆરએફની ટીમોને પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામા આવ્યા છે. બચાવ અભિયાનમાં મદદ માટે કન્નુર રક્ષા સુરક્ષા કોરની બે ટીમોને પણ વાયનાડ રવાના કરી દેવાઈ છે.