કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને પીએમ મોદીએ કહ્યું- તમારી સિદ્ધિ પર દેશને ગર્વ

0
517

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં  મેડલ જીતનાર ખેલાડીઓ સાથે પોતાના સરકારી નિવાસસ્થાને મુલાકાત કરી છે. પીએમ મોદીએ ખેલાડીઓને સંબોધિત કરતા કહ્યું કે મને ખુશી છે કે તમે બધા પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પરિવારના સદસ્યોના રૂપમાં મારા આવાસ પર મળવા આવ્યા. હું બધા ભારતીયો તરફથી તમારી સાથે વાત કરીને ગર્વ અનુભવી રહ્યો છું. હું તમારા બધાનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે રાતભર દેશના લોકોની તમારી પર નજર હતી. તમે ત્યાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા હતા.

પીએમે કહ્યું કે ઘણી રમતોના ખેલાડી ભલે મેડલ ના જીતી શક્યા હોય પણ તેમણે શાનદાર લડાઇ લડી. આવનાર સમયમાં આપણે તેમાં મેડલ જરૂર જીતીશું. પુરુષ અને મહિલા હોકી બન્નેમાં ટીમોએ મેડલ જીત્યો છે. તે જૂનો દબદબો પાછો મેળવવામાં જુટ્યા છે. બન્ને ટીમોને અભિનંદન.