કોરોના :  પાટનગરમાં એક જ પરિવારના 3 સભ્યોનો પોઝિટિવ 

0
644

રાજ્યના પાટનગરના સેક્ટર 29માં રહેતો એક યુવક દુબઈ ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ પરિવાર સાથે રહેતો હતો, ત્યારે આ યુવક સાથે તેની પત્ની અને તેના દાદીનો પણ કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો છે, ત્યારે તેના પરિવારના યશવંતભાઈ પટેલનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ રીપોર્ટની સાથે ગાંધીનગર શહેરમાં ચાર કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોના કેસ હવે દિવસ જાય તેમ વધી રહ્યા છે, ત્યારે સોમવાર સુધીમાં સત્તાવાર રીતે 27 પોઝિટિવ સામે આવ્યા છે. રાજ્યમાં 5 મહાનગરો લોક ડાઉન કરવામાં આવ્યા છે. રાજ્યના પાટનગરમાં રવિવાર સુધી 3 કેસ સામે આવ્યા હતા, ત્યારે વધુ એક કેસ પોઝિટિવ સાથે એક જ પરિવારના પાટનગરમાં ચાર કેસ નોંધાયા છે. હજુ પણ બે કેસ પોઝિટિવ સામે આવી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here