કોરોના સામેની જંગમાં વધુ એક હથિયાર તૈયાર……સ્પૂતનિક લાઇટ વેક્સીન

0
550

કોરોના વાયરસ વિરુદ્ધ જાહેર યુદ્ધમાં તેજીથી વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ વચ્ચે એક વધુ નવું હથિયાર મળી ગયું. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીન ને ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. DGCI તરફથી સ્પૂતનિક લાઇટને મંજૂરી મળ્યા બાદ હવે ભારતમાં ઉપયોગમાં લેવાની મંજૂરી મેળવવાની વેક્સીનની સંખ્યા નવ સુધી પહોંચી ગઇ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરને જાણકારી આપી છે કે, DGCI તરફથી ભારતમાં ઇમરજન્સી ઉપયોગમાં લેવા માટે સ્પૂતનિક લાઇટ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે, તે દેશમાં નવમી કોવિડ 19 વેક્સીન છે. અને તેને મહામારી વિરુદ્ધ જાહેર યુદ્ધને વધુ મજબૂતી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here