કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 1613 અને 35 લોકોના મોત

0
702

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1613 થઈ ગઈ છે. તેમાંથી અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે જ્યારે 148 લોકો સાજ થઈ ગયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી હી છે. મહારાષ્ટ્રમાં મંગળવારે એક જ દિવસમાં 72 નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 302 સુધી પહોંચી ગઈ છે.

કેરળમાં કોરોના વાયરસના ગઈકાલે સાત નવા કેસ સામે આવ્યા હતા. ત્યરા બાદ અહીં સંક્રમિત લોકોની સંખ્યા 241 થઈ ગઈ છે. તમિલનાડુમાં ગઈકાલે 55 નવા કેસ આવ્યા હતા. તેમાંથી 50 એ છે જેમણે દિલ્હીના નિજામુદ્દીન મરકજ સમ્મેલનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 124 થઈ ગઈ છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ આજે 23 લોકો કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 23 નવા કેસ સાથે દિલ્હીમાં સંક્રમિત લોકોની સંખ્યા 120 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here