‘કૌન બનેગા કરોડપતિ’એ પહેલા દિવસે 2.5 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કર્યુ

0
1060

‘કૌન બનેગા કરોડપતિ’એ આ લૉકડાઉન દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ચેનલ સાથે જોડાયેલા સુત્રોનુ માનીએ તો આ શૉમાં ભાગ લેનારાઓની સંખ્યા બે-ગણી કે ત્રણગણી નહીં પણ આનાથી પણ વધુ થઇ ગઇ છે.

લૉકડાઉનના કારણે આ ‘કૌન બનેગા કરોડપતિ’એ બધી પ્રૉસેસ ઓનલાઇન કરી દીધી છે, અમિતાભ બચ્ચન દર્શકોને દરરોજ એક સવાલ પુછી રહ્યાં છે, જેનો જવાબ ફેન્સ એસએમએસ દ્વારા કે પછી ઓનલાઇન આવી શકે છે.

સોની લિવના પ્રોગ્રામિંગ હેડે એક નિવેદનમાં કહ્યું કે કેબીસીમાં રજિસ્ટ્રેશનના કારણે આમાં 360 ટકાનો ગ્રોથ નોંધાયો છે, તેને નિવેદનમાં કહ્યું-સોની લિવ દ્વારા કેબીસીમાં રજિસ્ટ્રેશનના પાર્ટિશિપેશનમાં 360 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો છે. આ કેબીસીની પૉપ્યુલારિટીની અસર છે, આ વખતે કેબીસીની સિલેક્શન પ્રૉસેસ પુરેપુરી ઓનલાઇન કરી દેવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here