ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટ્રેલર રિલીઝ…

0
180

કરીના કપૂર સ્ટારર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ મુવીની જ્યારથી ઘોષણા થઇ છે ત્યારથી આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે આ મર્ડર મિસ્ટ્રીનાં રિલીઝનાં કેટલાંક દિવસ બાકી છે ત્યાં મેકર્સે આ મુવીનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફેન્સ લાંબા સમયથી આ મુવીનાં ટ્રેલરની રાહ જોઇ રહ્યાં હતા. કરીના કપૂરની આ ફિલ્મને લઇને ફેન્સ ખૂબ ઉત્સુક છે. આ ફિલ્મમાં કરીના નેવર સીન બિફોરનાં અવતારમાં જોવા મળશે.થોડાં દિવસો પહેલાં ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ. આ ટીઝરને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. જો કે હવે ફિલ્મનું ટ્રેલર આઉટ થઇ ગયુ છે. ટ્રેલરની શરૂઆત એક છોકરાની સાથે જે એક મર્ડરનો સસ્પેક્ટ નંબર 1 છે. આ છોકરાને પોલીસ પકડે છે અને કરીના સવાલ કરે છે કે એ 15 નવેમ્બરની રાત્રે ક્યાં હતો? ત્યારબાદ બીજા સસ્પેક્ટ્સનાં મર્ડરની રાતને લઇને સવાલ કરે છે.