ગાંધીનગર ખાતે એક દિવસીય દિવ્યાંગ: સમાવેશન અને સશક્તિકરણ કાર્ય શિબિર મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતમાં યોજાઇ
સ્વસ્થ બાળકને ભણાવવું ખૂબ જ સરળ છે, પણ દિવ્યાંગ બાળકને ભણાવવાનું કામ ઘણું કપરૂ છે. દિવ્યાંગ બાળકો સાથે સ્પેશિયલ શિક્ષક જે કામ કરી રહ્યાં છે, તે કામ નહિ, પણ તપસ્યા છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ એક દિવસીય દિવ્યાંગ સમાવેશન અને સશક્તિકરણ કાર્ય શિબિરમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
કાર્યશિબિરમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભગવાન કંઇક લે છે, તો તેનાથી વઘારે આપે જ છે. દિવ્યાંગ બાળકોમાં કોઇ ખામી હોય છે, પણ તેમનામાં આત્મ વિશ્વાસ વઘુ હોય છે. જેથી આવા દિવ્યાંગ બાળકોને હિમંત અને હૂંફની જ જરૂરિયાત હોય છે. આ હિંમત અને હૂંફ થકી આવા બાળકો શું કરી શકે છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. તે ઉપરાંત કુદરતે બંઘુ આપ્યું હોય તો પણ ઘણી વખત વ્યક્તિમાં રહેલી આળસ, બેદકારી અને બે જવાબદારીના કારણે કશું કરી શક્તા નથી. દિવ્યાંગ બાળકોને મદદ કરવા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા સમયે પણ તેમને અન્ય સામાન્ય બાળક કરતાં અડઘો કલાક વઘુ આપવામાં આવે છે. તથા ફી પણ લેવામાં આવતી નથી.
દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને સમગ્ર શિક્ષણ પરિવારના મોભી તરીકે પરિવાર તરફથી અભિનંદન આપીને મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનની અસર નાના બાળકોમાં વઘુ જોવા મળી રહી છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરીને આગામી બે અઠવાડિયાના ટુંકા સમયમાં સમગ્ર ગુજરાતની શાળાઓ પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ઘાર કર્યો છે. તેની પ્રશંસા કરી હતી. તે ઉપરાંત નવી પેઢીમાં સ્વચ્છતા અભિયાનની અસર જીવનભર રહે છે, તે અંગેની વિસ્તૃત વાત દષ્ટાંત પૂર્વક વાત કરી હતી.