ગાંધીનગર ગિફ્‌ટ સિટીમાં દિલજીત દોસાંજના કોન્સર્ટના પાસના કાળા બજાર…

0
75

ગાંધીનગર ગિફ્‌ટ સિટીમાં યોજનારા દિલજીત દોસાંજના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી અપાશે. આ બંને પ્રકારના પાસનું વેચાણ બુકમાય શો વેબસાઈટ અને ઓનલાઈન ઝોમેટો મારફતે થઈ રહ્યું છે. આ પૈકી સિલ્વર પાસની કિંમત 3000 રૂપિયા અને ગોલ્ડ પાસની કિંમત 5000 રૂપિયા છે. પરંતુ 3000 રૂપિયાની ટિકિટના 15 હજાર રૂપિયા અને 5000 રૂપિયાની ટિકિટ 20,000 રૂપિયામાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ ગ્રૂપમાં વેચાણ થઈ રહ્યું છે. ઈડીનાં સૂત્રોનું કહેવું છે કે, આ પૈકી ઘણી ટિકિટો સાવ ફેક છે. દિલજીત દોસાંજની લોકપ્રિયતાનો લાભ લેવા માટે ધૂતારા ફેક ટિકિટો લોકોને વહેંચી રહ્યા છે.