ગાંધીનગર જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 18 કેસ

0
585

ગાંધીનગરને રાજ્યમાં કોરોનાના સૌથી વધુ દર્દી ધરાવતા પડોશી શહેર અમદાવાદનો ચેપ ભારે પડી રહ્યો છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચાંપતો બંદોબસ્ત અને કચક ચેકિંગ છતાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે લોકોની અવરજવર ચાલુ જ રહેવાથી જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં શહેરમાં 6 અને જિલ્લામાં 12 મળી કુલ 18 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય, તેવું પ્રથમ વાર બન્યું છે. શુક્રવારે નોંધાયેલા કેસોમાં એક પોલીસ કર્મચારી તથા એક ઝોમેટોના ડિલિવરી બોયનો સમાવેશ થાય છે. પોલીસ કર્મચારીને કોરોના થયો હોવાની જિલ્લામાં પહેલી ઘટના છે. મહત્ત્વનું છે કે મોટા ભાગના કેસોમાં અમદાવાદનો ચેપ કારણભૂત છે. સાથે જ અમદાવાદની કીડની હૉસ્પિટલની નર્સ અને ગુજરાત સ્ટેટ બાયોટૅક્નૉલૉજી સેન્ટરના કર્મચારીનો રીપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. બીજી તરફ 6 દિવસની સારવાર બાદ કોટેશ્વરના યુવાને કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here