ગાંધીનગર જિલ્લામાં આગામી ૯ સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે…

0
268

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા નેશનલ લોક અદાલતના નિર્ધારીત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના અધ્યક્ષ તેમજ મુખ્ય ન્યાયાધીશશ્રી જે.આર.શાહના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ અગામી ૦૯ મી સપ્ટેમ્બરને શનિવારના રોજ જાહેર રજાના દિવસે ગાંધીનગર જિલ્લાના તાલુકા તેમજ જિલ્લા કક્ષાના નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, છુટાછેડા સિવાયના લગ્ન વિષયક કેસ, નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ–૧૩૮ના કેસ, જમીન સંપાદનના કેસ, બેન્કનાં લેણાના દાવા, પે, અલાઉન્સીસ અને રીટાયરલ બેનીફીટસને લગતી સર્વિસ મેટર, મોટર અકસ્માત વળતરના કેસ, રેવન્યુ કેસ, લેબરને લગતા કેસ, ઈલેકટ્રીસીટી તેમજ પાણીના વેરાના કેસ તેમજ અન્ય સિવીલ કેસનું લોક અદાલતમાં સમાધાન કરવામાં આવશે.
જે પક્ષકારોને, બેન્ક, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરે ઉપરોકત દર્શાવેલ કેસને લગતા પેન્ડીંગ તેમજ પ્રિ-લીટીગેશન કેસોનુ સુખદ સમાધાન કરવા ઈચ્છતા હોય તેઓશ્રીએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ કલોલ,માણસા,દહેગામ તેમજ ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવ સત્તા મંડળના સચિવશ્રીએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર, રૂમ નંબર ૧૦૧,પ્રથમ માળ,ન્યાયમંદિર, સેકટર-૧૧,ગાંધીનગરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.