ગાંધીનગર જિલ્લામાં કુલ 208 કોરોના કેસો નોંધાયા

0
515

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આજે ગાંધીનગર જિલ્લામાં કોરોના વધુ 7 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 3, કલોલમાં 2 અને દહેગામમાં 2 કોરોનાં કેસો નોંધાયા છે. આમ, ગાંધીનગર જિલ્લામાં કુલ 208 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 104 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તેમજ 10 લોકોના મોત થયા છે.

નોંધનીય છે કે, ગુજરાતાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 645 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13,273 નોંધાયા છે. જેમાંથી 5880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ હાલ, 6591 લોકો સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here