ગાંધીનગર જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી સંદર્ભે બેઠક મળશે

0
831

ગાંધીનગર જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી સંદર્ભે આજે જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. બેઠકમાં વધુ વરસાદ આવે ત્યારે શું તકેદારી રાખવી, જિલ્લાની નદીઓમાં પાણીની માત્રા વધે ત્યારે શું તેકદારી રાખવી, તમામ ગામોમાં સુરક્ષાવાળા સ્થળો નક્કી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવી, ફાયર બ્રિગેડની તૈયારીઓ, ઇમરજન્સી સંપર્ક નંબરની ચર્ચા કરાશે. બેઠકમાં ડીડીઓ આર.આર.રાવલ, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, મ્યુનિ. કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણ તથા વન, એનડીઆરએફ, સિંચાઇ વિભાગ સહિત અન્ય અધિકારી હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here