ગાંધીનગર માં ઓરેન્જ એલર્ટ …..

0
161

શહેરમાં પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીનું મોજું ફરી વળવાનું છે ત્યારે મ્યુનિ. સત્તાધીશોએ ગરમીનાં કારણે બિમાર પડતાં નાગરિકો માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજનાં સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા સહિતનાં પગલા લેવા તંત્રને સૂચના આપી છે.
૧૮ અને ૧૯ એમ બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ અને ૨૦થી ૨૨ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેને જોતાં શહેરમાં ગરમીનું પ્રમાણ ખાસ્સું વધેલું અનુભવાશે.શહેરીજનોને ગરમીમાં ધંધા-રોજગાર કે શિક્ષણ વગેરે કાર્ય હેતુ બહાર નિકળવું પડે તો સાવચેતીનાં પગલા લેવાની અપીલ.