ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વેરા વિભાગ દ્વારા ફેશલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિ પર આધારિત નવી સોફ્ટવેર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા નાગરિકો વ્યવસાયવેરા અને વાહનવેરા સંબંધિત તમામ સેવાઓનો લાભ ઓનલાઈન મેળવી શકશે.નાગરિકો મહાનગરપાલિકાની વેબસાઈટ www.gandhinagarmunicipal.com પર જઈને https://services.gandhinagarmunicipal.com પોર્ટલ દ્વારા વેરાની ચુકવણી કરી શકે છે. ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને નેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ છે. વ્યવસાયધારકો નવી નોંધણી અને અન્ય સુધારા-વધારા માટેની અરજી પણ ઓનલાઈન કરી શકશે. વળી, વાહન ડીલર્સ નોંધણી બાદ ગાંધીનગરમાં વેચાતા વાહનોના આજીવન વેરાની ચુકવણી પણ કરી શકશે.
Home Gandhinagar ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસાય અને વાહનવેરા માટે નવું સોફ્ટવેર લોન્ચ