ગાંધીનગર સિવિલની સ્ટાફ નર્સ સહિત 4 મહિલાઓ કોરોના પોઝિટિવ….

0
148

ગાંધીનગર શહેર વિસ્તારમાં આજે વધુ ચાર નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 21 થઈ ગઈ છે.

નવા કેસમાં રાયસણમાં રહેતા 34 વર્ષીય સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સનો સમાવેશ થાય છે. અન્ય દર્દીઓમાં રાંદેસણની 39 વર્ષીય મહિલા કે જે મેટ્રો સિટીમાં આસિસ્ટન્ટ મેનેજર છે, GIDCની 46 વર્ષીય મહિલા અને સેક્ટર-6ની 37 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
મંગળવારે સરગાસણના એક નિવૃત્ત વડીલ અને સેક્ટર-1ની એક મહિલા પોઝિટિવ આવ્યા હતા. બંને દર્દીઓને હોમ આइસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નવો કેસ નોંધાયો નથી.વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તબીબોએ વિશેષ સાવચેતી રાખવાનું શરૂ કર્યું છે. કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. દર્દીઓના પરિવારજનોને પણ લક્ષણો દેખાય તો તુરંત ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે.આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, આજે ગાંધીનગર શહેરી વિસ્તારમાં ચાર મહિલા કોરોના પોજીટીવ હોવાનો રિપૉર્ટ આવ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ડભોડાનાં 49 વર્ષીય પુરુષ તેમજ દંતાલી (મોટી આદરજ) ની 65 વર્ષીય મહિલા પણ કોરોના પોજીટીવ છે. આમ આજે ગાંધીનગર માં કુલ કોરોનાનો આંકડો 21 પહોંચ્યો છે. કોરોના વધતા જતા કેસોના પગલે ગાંધીનગર સિવિલમાં ડી બ્લોકના ગ્રાઉંડ ફલોર પર ફીવર ઓપીડીની સુવિધા ઉભી કરાશે.