ગાંધીનગરના VVIP જ- રોડ ઉપર ફરી દિપડો આવ્યો

0
980

સાબરમતી નદી કિનારાના ગામો અને જંગલ વિસ્તારમાં દિપડો હવે સ્થાઇ થઇ ગયો હોય તેમ લાગે છે તેવી સ્થિતિમાં ચાર દિવસ પહેલા પાટનગરના વીવીઆઇપી જ રોડ ઉપર પણ દિપડો દેખાયો હોવાની બાતમી વનવિભાગના અધિકારીએ જ સ્થાનિક વનતંત્રને કરી હતી જેને લઇને સ્થાનિક વનવિભાગ સતર્ક થઇ ગયું છે અને રાત્રી પેટ્રોલીંગ પણ આ સંભવીત વિસ્તારમાં શરૃ કર્યું છે.વનવિભાગ દ્વારા દોલારાણા વાસણા ઉપરાંત ઇન્દ્રોડાથી ચિલોડા સુધી નાઇટ પેટ્રોલીંગ હવે શરૃ કરવામાં આવશે.

બે વર્ષ પહેલા ધનતેરસના દિવસે સચિવાલયમાં દિપડો ઘૂશી ગયા બાદ સાબરમતી નદી કિનારાના વિસ્તારમાંથી સીધા અને આડકતરા દિપડાના પુરાવા સતત મળ્યા જ કરે છે. ગત ઓક્ટોબર માસમાં ૧૦ દિવસના અંતરે દોલારાણા વાસણા તથા અંબોડ ગામમાંથી તબક્કાવાર બે દિપડા પાંજરે પુરાઇ ગયા છે જેને અનુક્રમે કેવડિયા કોલોનીના સફારી પાર્ક તથા વિજયનગરના જંગલોમાં છોડી દેવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ૧૫ દિવસથી દોલારાણા વાસણા ગામના જંગલ વિસ્તારમાં ફરી દિપડાએ દેખા દિધી છે અહીં નદી કિનારાના ૧૦થી ૧૫ કિલોમીટર વિસ્તારમાં દિપડો ફરી રહ્યો હોવાનું વનવિભાગ માની રહ્યું હતું જેના કારણે અહીંના સંભવીત સ્થળો ઉપર પાંજરા મુકીને તેને પકડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે દરમિયાન ચાર દિવસ પહેલા ગાંધીનગરના વીવીઆઇપી જ રોડ ઉપર દિપડો દેખાયો હોવાની બાતમી વનવિભાગના અધિકારીએ જ સ્થાનિક વન તંત્રને આપી હતી.

જેના પગલે ગાંધીનગર વનતંત્ર સતર્ક થઇ ગયું છે અને આ સંભવીત વિસ્તારમાં રાત્રે જ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ત્યાં કંઇ મળ્યું નહતું. ત્યારે હવે ઇન્દ્રોડાથી ચિલોડા સુધીના વિસ્તારમાં રાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરવામાં આવશે અને સંભવીત વિસ્તારમાં સર્ચ પણ કરવાનો વનવિભાગનો પ્લાન છે ત્યારે આ વિસ્તારના બીટ ગાર્ડને પણ અન્ય પશુ-પક્ષીની વર્તણૂક ઉપર નજર રાખવા માટે સુચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here