ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ…..

0
250
બ્લોક નંબર 16ના પહેલા માળે વિકાસ કમિશનર કચેરીમા આગ, ફાયરફાઇટરની 4 ટીમે માંડ માંડ કાબુૂ મેળવ્યો.ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના અરસામાં જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે લાગી હતી, જેમાં વિકાસ કમિશનર કચેરી ઝપેટમાં આવી ગઇ હતી. આ આગ નજરે જોનારા મુજબ સૌપ્રથમ બારીમાંથી ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ગયા અને આગ પ્રસરી હતી. ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની 4 ગાડી આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. અત્યારે ધુમાડાને બહાર કાઢવાની અને કૂલિંગ કરવાની કામગીરી કરાઇ રહી છે. એ બાદ FSLની ટીમ પહોંચીને ચેક કરશે. ત્યાર બાદ આગનું કારણ બહાર આવશે.ગાંધીનગર ફાયર કંટ્રોલ કચેરી રોડની અન્ય બાજુમાં હોવાથી ફાયરફાઈટર ટીમ ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને પ્રસરી રહેલી આગને નિયંત્રણ લીધી હતી. આ આગ લાગી એ જગ્યા વિકાસ કમિશનર કચેરી આવેલી છે, જે આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગતાં જોઈ અવરજવર કરનારા લોકોનું ટોળું જૂના સચિવાલય એકત્રિત થઈ ગયું હતું.