ગાંધીનગરના સિવિલ સંકુલમાં દબાણોના કારણે ભારે હાલાકી

0
218

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં દિવસે ને દિવસે દબાણો વધી જ રહ્યા છે સ્થાનિક અને કોર્પોરેશન તંત્રની બેદરકારીને પગલે વધી રહેલા દબાણો રાહદારીઓ તથા એમ્બ્યુલન્સચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. કેમ્પસમાં નર્સીંગ-મેડિકલ કોલેજ તથા હોસ્ટેલ હોવાને કારણે ખાણી-પીણીની લારીઓ પણ વધી રહી છે જેનાથી પણ અહીંના લોકો પરેશાન છે.

ગાંધીનગર સિવિલ સંકુલ હવે ફક્ત હોસ્પિટલ પુરતુ મર્યાદિત રહ્યું નથી અહીં નર્સીંગ તથા મેડિકલ કોલેજ પણ આવેલી છે અહીંના વિદ્યાર્થીઓ અહીં જ રહે છે જેના માટે હોસ્ટેલ બિલ્ડીંગ પણ છે. સાથે સાથે આરોગ્ય વિભાગની કચેરીઓ પણ અહીં ધમધમી રહી છે ત્યારે કેન્ટીન હોવા છતા પણ અહીં ખાણી-પીણીની લારીઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે. જેના કારણે સિવિલ સંકુલમાં જ્યાં જોવો ત્યાં લારીઓ જ જોવા મળે છે. દવાની દૂકાનો કરતા તો અહીં ખાણી-પીણીની લાખીઓ વધીગઇ છે તેમાં પણ ખાસ કરીને હોસ્પિટલ સંકુલના બન્ને પ્રવેશદ્વાર પાસે જ લારીઓ આડેધડ ખડકી દેવાને કારણે એમ્બ્યુલન્સ પણ અટવાય છે. આવી સ્થિતિમાં અહીંથી દબાણ દૂર કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કોર્પોરેશનને લેખિત રજુઆત કરે છે પરંતુ કોર્પોરેશન હોસ્પિટલ તંત્રને પણ ગાંઠતું નથી.તો બીજીબાજુ હોસ્પિટલ તંત્ર પણ આ દબાણો દુર કરવા માટે કોઇ અન્ય કાર્યવાહી હાથ ધરતું નથી જેના કારણે અહીં દબાણો વધતા જ જાય છે જે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.