ગાંધીનગરની 2 યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી….

0
81

ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરમાં આવેલી 2 યુનિવર્સિટીને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. GNLU સહિત PDEU યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.

ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. તાત્કાલિક ધોરણે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. બોમ્બ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને પોલીસે બન્ને શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરાયો છે.