ગાંધીનગરમાં રાયસણના પંચેશ્વર મંદિરમાં તુલસી વિવાહનું ભવ્યાતિભવ્ય આયોજન….

0
43

આગામી દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે ગાંધીનગરના રાયસણ ખાતે આવેલ પંચેશ્વર મંદિરમાં તુલસી વિવાહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે મંદિર સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે ગાંધીનગરના રાયસણ ખાતે આવેલ પંચેશ્વર મંદિરમાં તુલસી વિવાહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે મંદિર સમિતિ દ્વારા જણાવાયું છે કે, 12 નવેમ્બરને મંગળવારે દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે મંદિરના પટાંગણમાં શાશ્ત્રોક્ત અને વૈદિક વિધીવિધાન સાથે ભગવાનનાં લગ્ન તુલસીમાતા સાથે થશે. તુલસી વિવાહની ઉજવણીની લોકોને જાણ થતાં જ આખાયે પંથકમાં આનંદની લહેર પ્રસરી ગઇ છે. દેવઉઠી એકાદશીના દિવસે સાંજે ગોધૂલિવેળાએ વૃંદાવન બંગલોમાં ભગવતીબેન મુકેશભાઇ પટેલના નિવાસ સ્થાનેથી ભગવાન કાનાજીની જાન વાજતે ગાજતે , શરણાઇ અને ઢોલનગારાના તાલે પ્રસ્થાન કરશે.