ગાંધીનગરમાં કોરોના કેસ વધતાં એક અઠવાડિયા માટે સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરાયો હતો. જેમાં દૂધ અને દવા સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખ્યા હતા. ત્યારે શનિવારથી શાકભાજી તથા કરિયાણાનું વેચાણ શરૂ કરાતા શહેરના બજારોમાં ખરીદી માટે લોકો જોવા મળ્યા હતાં. જોકે મોટાભાગના લોકોએ સોશિયલ ડિસ્શન્સનું પાલન કરતાં નજરે પડ્યાં હતાં. તેમજ કોરોના વાઇરસના ડરના કારણે ખરીદીનો અભાવ જોવા મળ્યો.