ગાંધીનગરમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત

0
162

કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સવારે 10:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. કાર્યક્રમમાં Neno Urea અને Neno DAP પર 50 ટકા સબસીડીની જાહેરાત કરી હતી.કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 10.30 કલાકે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહે હાજરી આપી હતી અને સંબોધનમાં Neno Urea અને Neno DAP પર 50 ટકા સબસીડીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સૌને સહકારિતા દિવસની શુભકામનાઓ. દેશનાં વિકાસમાં સહકારિતા વિભાગનો મહત્ત્વનો ફાળો છે.