ગાંધીનગરમાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે…!!

0
303

ગાંધીનગર જિલ્લામાં તા.૧લી જાન્યુઆરીના રોજ યોજાનાર સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિતક્રમમાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઈવેન્ટ અંકિત કરાશે. સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સાત સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે રાજ્યના ૫૧ સ્થળોમાંથી ગાંધીનગરના દાંડી કુટીર અને ઘ-૪ સેન્ટ્રલ વિસ્ટા એમ બે સ્થળોની પસંદગી થઈ હોવાનું જણાવતાં જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ ઉમેર્યું હતુ છે. જેમાં ગાંધીનગરના ૭ સ્થળોનો સમાવેશ થાય છે. દાંડી કુટીર, સેન્ટ્રલ વિસ્ટા ઉપરાંત વિધાનસભા સંકુલ, આઈઆઈટી, કંથારપુર વડ, પુનિત વન તથા ચિલ્ડ્રન યુનિવર્સિટી મળી ૭ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, મનપા, પાલિકા, જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યો, યોગ સાધકો, રમતવીરો, યુવાઓ, બાળકો, મહિલાઓ સહિત નાગરિકો સહભાગી બનશે.