ગાંધીનગરા… આનંદો…!? પ્રશ્નોના નિકાલ માટે વોર્ડ સંકલન સમિતિની રચના

0
192

ગાંધીનગર જિલ્લામાં વીતેલા વર્ષ પાટનગરની પ્રજા લાંબા સમયથી અનેકવિધ સમસ્યાઓથી પીડાતી રહી છે ત્યારે
મહાનગર પાલિકા તંત્રએ પ્રજાને આ પીડાથી મુક્તિ અપાવવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષત સમિતિઓની રચના કરી વહીવટી પારદર્શિતાની અમલવારીનો
આવકારદાયક નિર્ણય કર્યો છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા
આ સંદર્ભે તમામ ૧૧ વોર્ડ માટેની સંકલન સમિતિઓ રચી આસી. મ્યુનિ. કમિ.ની અધ્યક્ષતામાં સભ્ય
તરીકે વોર્ડના તમામ કોર્પોરેટર, ટેક્ષ ઓફિસર, આસી. ઇજનેર, એસ્ટેટ
ઇન્સ્પેક્ટર, ગાર્ડન સુપરવાઈઝર અને સભ્ય સચિવ તરીકે સેનિટેશન
સુપ્રિન્ટેન્ડેન્ટની નિમણૂક કરી શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત
પરિવહન, હોસ્પિટલ, જીમખાના, બગીચા, લાઈબ્રેરી, જાહેર આરોગ્ય
જેવી સુવિધાઓ તથા સેવા સેતુ, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની
અસરકારક અમલવારી, નાગરિકોની સુખાકારી માટે સમિતિ કાર્યરત રહેશે.
દર શુક્રવારે સમિતિની બેઠક યોજી પડતર પ્રશ્નો – કાર્યોનો તત્કાલ નિકાલ
લાવવામાં આવશે. લોક સંપર્ક કરીને સૂચનો, રજૂઆતો, ફરિયાદો મેળવવામાં આવશે. વોર્ડ લેવલે
પ્રજાકીય પ્રશ્નો બાબતે દર મંગળ તથા ગુરુવારે બપોરે ૪થી ૫નો સમય
મુલાકાતીઓ માટે ફાળવવામાં આવશે.