ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ…..

0
135

ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ફરી એક વાર ઉમેદવાર તરીકે ઊભા રખાશે એવા મતલબની વાત ગઈ કાલે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરતાં કહ્યું હતું કે ‘અમિતભાઈ શાહસાહેબના આ કાર્યાલયનું ઓપનિંગ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાસાહેબે કર્યું છે.’

ગુજરાતમાં ગઈ કાલે બીજેપીએ લોકસભાની ૨૬ બેઠકોનાં ચૂંટણી કાર્યાલયોનું એકસાથે ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદમાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના મહાનુભાવો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું હતું કે ‘આ વખતે ૨૦૨૪માં પણ ગુજરાતની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને ફરીથી આશીર્વાદ આપીને ૨૬માંથી ૨૬ બેઠકો પર વિજય હાંસલ કરાવશે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘ગાંધીનગર લોકસભાના મતદારોને દેશના ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહનું નેતૃત્વ મળવું એ ગૌરવની વાત છે. સરકાર અને સંગઠન એક છે એટલે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે.’