ગુજરાતી અભિનેત્રી માનસી પારેખે જીત્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

0
313

70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (70th National Film Awards)ની જાહેરાત શુક્રવારે 16 ઑગસ્ટના રોજ કરવામાં આવી હતી. આ વખતે પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફ જીતી છે. તેણે બે કેટેગરીમાં એવૉર્ડ જીત્યા છે. આ સાથે જ મનોજ બાજપેયીને સિરીઝ `ગુલમહોર` માટે નેશનલ એવૉર્ડ પણ મળ્યો છે. પ્રિતમને રણબીર કપૂર અભિનીત `બ્રહ્માસ્ત્ર` માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. રિષભ શેટ્ટીને ફિલ્મ `કંતારા` માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવૉડ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે નિત્યા મેનન સાથે જ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (70th National Film Awards) મળ્યો છે. માનસી પારેખને આ પુરસ્કાર ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મળી રહ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય, સામાજિક મુદ્દા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્નો એવૉર્ડ પણ ‘કચ્છ એક્સપ્રેસ’એ જીત્યો છે.