ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’નો દબદબો યથાવત્…

0
801

સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં બૉક્સ-ઑફિસ પર ઍક્શન અને રોમૅન્સની હોડ વચ્ચે સોશ્યલ કૉમેડી ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ ધીમે-ધીમે લાંબી દોડ દોડી રહી છે. ફિલ્મ હવે ચોથા સપ્તાહમાં વધુ પ્રેક્ષકોને આકર્ષી રહી છે અને અનેક શો ઉમેરાઈ રહ્યા છે તથા અનેક જગ્યાએ હાઉસફુલનાં બોર્ડ્સ લાગી રહ્યાં છે.આ સ્થિરતા પાછળનું કારણ છે ફિલ્મનું સાફ પારિવારિક મનોરંજન. નૅશનલ અવૉર્ડ વિજેતા દિગ્દર્શક વિરલ શાહના નેતૃત્વમાં લેખકો રામ મોરી અને હાર્દિક સાંગાણીની સ્પષ્ટ પટકથા શહેરી અને ગ્રામ્ય બન્ને પ્રેક્ષકોને જોડે છે. હળવા હાસ્ય વચ્ચેનો સામાજિક મેસેજ ફિલ્મને સંબંધિત બનાવે છે.