ગુજરાતી ફિલ્મ ‘લાલો’:બોક્સ ઓફિસ પર તોડી દીધો રેકોર્ડ….

0
168

ગુજરાતમાં ધૂમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ ‘લાલોઃ શ્રીકૃષ્ણ સદા સહાયતે’ કમાણીમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. વીકેન્ડમાં ફિલ્મએ રેકોર્ડ બ્રેક કમાણી કરી તમામ ગુજરાતી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ખરેખર આ કૃષ્ણની કૃપા જ કહી શકાય કે રિલીઝ થયાના 31મા દિવસે ફિલ્મએ મોટો રેકોર્ડ બનાવી દીધો છે.આ ગુજરાતની ફિલ્મની કમાણીના જે આંકડા સામે આવી રહ્યાં છે તે ખરેખર ચોંકાવનારા છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તો પ્રથમ દિવસે 3 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ રિલીઝ બાદ ધીમે-ધીમે તેની કમાણીમાં સતત વધારો થયો હતો અને કોઈએ વિચાર્યું નહીં હોય કે રિલીઝ થવાના એક મહિના બાદ પણ આ ફિલ્મ કરોડોની કમાણી કરી રહી છે. પરંતુ અચાનક આ કઈ રીતે બન્યું. આવો જાણીએ રવિવારે આ ફિલ્મએ શું કમાલ કર્યો છે.