ચક્રવાતી વાવઝોડી નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ટકરાયું

0
949

વાવાઝોડુ આજે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં ટકરાયું હતું. અલીબાગમાં વાવઝોડું ટકરાયું હતું. 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ફૂંકાતા પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.નિસર્ગ વાવાઝોડાનો ખતર મુંબઈ પરથી ટળી ગયો છે. મુંબઈ એરપોર્ટ પર હવે શરુ કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઇ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે, એરપોર્ટ પર એક કાર્ગો પ્લેનના લપસી પડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ચક્રવાતી વાવઝોડી નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પરથી પસાર થઇ ચૂક્યુ છે, અને હવે ઉત્તર મહારાષ્ટ્ર તથા ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર આ માહિતી આપવામાં આવી છે. આની સાથે રિપોર્ટ છે કે આ સમયે વાવાઝોડાની તીવ્રતા પણ ઓછી થઇ ગઇ છે. જોકે વાવાઝોડાની અસરથી હજુ પણ મુંબઇ, રત્નાગિરી, રાયગઢ અને નવી મુંબઇમાં જબરદસ્ત ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here